જો ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશામાં હોય તો તે સારું માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો હોવા છતાં પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. દરવાજાની દિશા કુંડળી સાથે જોડાયેલી છે. જો તમારી કુંડળીમાં મંગળની સ્થિતિ સારી ન હોય તો પૂર્વ દિશામાં આવેલો દરવાજો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ઘર હોય કે કાર્યસ્થળ, આપણે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવું જોઈએ.જો આપણે વાસ્તુના આ નિયમોનું ધ્યાન રાખીએ તો આપણે ઘણી સમસ્યાઓથી બચી શકીએ છીએ. અમે વાત કરી રહ્યા છીએ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર વિશે, જો તે યોગ્ય દિશામાં ન હોય તો આપણને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘરના દરવાજાની સાચી દિશા વ્યક્તિના ભાગ્ય સાથે જોડાયેલી હોય છે.
જો ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશામાં હોય તો તે સારું માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો હોવા છતાં પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. દરવાજાની દિશા કુંડળી સાથે જોડાયેલી હોય છે. જો તમારી કુંડળીમાં મંગળની સ્થિતિ સારી નથી તો પૂર્વ દિશામાં આવેલો દરવાજો તમારા માટે નુકસાનકારક બની શકે છે. તેવી જ રીતે જો દરવાજો પશ્ચિમ દિશામાં હોય તો તે ધનના આગમનનો સંકેત માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં બુધની સ્થિતિ યોગ્ય નથી, તો વ્યક્તિ માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી, કોઈ જ્યોતિષીને પૂછીને કુંડળીના આધારે તમે તામારા દરવાજાની સાચી દિશા નક્કી કરો.