BCCIએ વાર્ષિક કોન્ટ્રાક્ટનું કર્યું એલાન, ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યર બહાર, જાડેજા નંબર વન પર રિટેન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે. જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે. તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

BCCIએ વાર્ષિક કોન્ટ્રાક્ટનું એલાન કર્યું છે જેમાં ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યરને પડતાં મુકવામાં આવ્યા છે. ગ્રેડ એ ખેલાડીમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, બૂમરાહ બાદ હવે ગુજરાતના રવીન્દ્ર જાડેજાને પણ નંબર વન પર રિટેન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગ્રેડ Aના ખેલાડીને વાર્ષિક 7 કરોડ રૂપિયા બોર્ડ દ્વારા આપવામાં આવે છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે. જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે. તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તો બીજી તરફ આકાશ દીપ, વિજયકુમાર વિશાક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વત કવેરપ્પાને ઝડપી બોલિંગ કરારમાં સામેલ કરવામાં આવ્યા છે.

A+ ગ્રેડ
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ A
આર અશ્વિન, મો. શમી, મોહમ્મદ. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

ગ્રેડ B
સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.

ગ્રેડ C
રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદાર.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ખેલાડીઓને આ રીતે પૈસા મળે છે
ગ્રેડ A+ – વાર્ષિક રૂ. 7 કરોડ
ગ્રેડ A – વાર્ષિક રૂ. 5 કરોડ
ગ્રેડ B – વાર્ષિક રૂ. 3 કરોડ
ગ્રેડ C – વાર્ષિક રૂ. 1 કરોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *