AUS vs NZ: ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પાંચ રનથી હરાવ્યું

ધર્મશાલામાં રમાયેલી રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પાંચ રનથી હરાવ્યું હતું. બે મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની આ સતત ચોથી જીત છે. જ્યારે ન્યૂઝીલેન્ડ તેની છેલ્લી બે મેચમાં હારી ગયું છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 27મી મેચ ધર્મશાલામાં રમાઈ હતી. શ્વાસને રોકી દે તેવી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 5 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ આપેલા 389 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે 9 વિકેટના નુકસાને 383 રન બનાવ્યા હતા. રચિન રવિન્દ્રએ 116 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે ડેરીલ મિશેલે 54 રન બનાવ્યા હતા.

આ જીત સાથે ઓસ્ટ્રેલિયા 6 મેચમાં ચાર જીત સાથે 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. આ સાથે જ ન્યુઝીલેન્ડ પણ એટલા જ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. જો કે તેનો નેટ રન રેટ ઓસ્ટ્રેલિયા કરતા સારો છે.

રચિન રવિન્દ્રએ 116 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે ડેરીલ મિશેલે 54 રન બનાવ્યા હતા. અંતમાં જીમી નીશમે શાનદાર બેટિંગ કરી અને 39 બોલમાં 58 રન બનાવ્યા. તે રન આઉટ થતાની સાથે જ ચાહકોનું દિલ તૂટી ગયું હતું અને ન્યૂઝીલેન્ડની મેચ જીતવાની આશા પણ તૂટી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *