સ્વચ્છતાની રાજયવ્યાપી ઝુંબેશ અંતર્ગત રાજકોટના રાજ્ય રક્ષિત સ્મારક જામટાવર ખાતે કરાઈ સફાઈ

રાજકોટના રાજ્ય રક્ષિત સ્મારક જામટાવર ખાતે મહાનગરપાલિકા દ્વારા ૧૬ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબર દરમ્યાન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઇટ પર સ્વચ્છતાલક્ષી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્વચ્છતા ઝુંબેશમાં આજરોજ પુરાતત્વ  ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.  

આ તકે પૂરાતત્વ ખાતાના સહાયક પુરાતત્વ નિયામકશ્રી સંગીતાબેન રામાનુજ તેમજ અધિક્ષકશ્રી સિદ્ધાબેન શાહ જણાવે છે કે, આ સ્મારક જીવતો જાગતો ઇતિહાસ છે, જેની સફાઈ ઝુમ્બેશ સરકારશ્રી દ્વારા હાથ ધરાઈ તે ખુબ મહત્વની ગણી શકાય, જેના દ્વારા ઇતિહાસ અને સ્મારકોની સાચવણીમાં દરેક નાગરિક પોતાનો સહયોગ આપી શકે છે, અને સ્મારકો અંગે લોકજાગૃતિ પણ કેળવાય છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *