GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ્દ કરવામાં આવી છે. મહત્વનું છે કે પોલ ટેસ્ટમાં નિયમોનું પાલન ન કરવા બદલ સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ્દ કરવામાં આવી છે. જેટકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ કરવામાં આવી છે. રાજકોટ,ભરૂચ અને મહેસાણાની ઝોનની વિદ્યુત સહાયકની ભરતી રદ્દ કરી દેવામાં આવી છે. GUVNL અને GETCOની માર્ગદર્શિકાનો ભંગ થયો હોવાનું સામે આવતા ભરતી રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી.