અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનો વાર્ષિક સમારોહ 2024 યોજાયો, સંપૂર્ણ કાર્યક્રમ હતો રામ મંદિર થીમ પર

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ – ગોતા-વૈષ્ણોદેવી દ્વારા સ્નેહમિલન અને વાર્ષિક સમારોહનું આયોજન તારીખ 07-01-2024 ના રોજ કરવામાં આવ્યું હતું. અમદાવાદના ગોતા અને વૈષ્ણોદેવી વિસ્તારમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના લેઉવા પટેલ પરિવારો એક સાથે મળીને એક-બીજા સાથે પરિસય કરી શકે તે હેતુંથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંપૂર્ણ પણે રામ મંદિર થીમ પર આધારિત યોજવામાં આવ્યો હતો. જેમાં રામ મંદિર આધારિત સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં સમાજના 2 વર્ષથી વધુની વયના બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં પ્રસિદ્ધ ડોકટરો દ્વારા આરોગ્યની માહિતી, શૈક્ષણિક માહિતી, પર્યાવરણ જાગૃતિ સહિતના વિવિધ પાસાઓ જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ડૉ.બુટાણી દ્નારા તાત્કાલિક ઘરે કઇ રીતે સારવાર આવવી તે અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. હાલમાં સમયમાં વધારે સમયમાં ઓફિલમાં એક જ ખુરશી પર બેસીને કામ કરતા લોકોને, પોતાના શરીરને કઇ રીતે એક્ટીવ રાખવું જોઇએ. ડાયાબીટીશ, શ્વાસ સહિતની લાંબી બિમારીઓથી કઇ રીતે આપણે બચી શકીએ, અને તેમના માટે રોજની દિનચર્યામાં કેવા કેવા ફેરફારો લાવવા જોઇએ તે અંગે સમાજના દરેક સભ્યોને જાણકારી આપવામાં આવી હતી.

કાર્યક્રમાં મનોરંજન અને બાળકો પોતાના મન ગમતા ક્ષેત્રમાં આગળ વધી રહે તે માટે સમાજના વિવિધ ક્ષેત્રમાંથી આવતા મહાનું ભાવો સાથે મેળાપ કરવામાં આવ્યો હતો. જેમકે ડૉકટરો, ISROના વૈજ્ઞાનિક, એન્જિનિર, IT નિષ્ણાંત, શિક્ષકો, વકિલ, પોલીસ તેમજ સરકારના વિવિધ વિભાગોમાં સેવા આપતા અધિકારીઓને મન મુકીને પ્રશ્નો પુછી શકે તે આયોજન કરવામાં આવ્યું હતું.

વધુમાં સમાજના બાળકો દ્નારા વિવિધ ગીતો પર પોતાના ડાન્સ પણ રજૂ કર્યા હતા. તેમજ મહિલા સશક્તિકરણ, પર્યાવરણ, મારો દેશ, મારા માતા-પિતા સહિતના વિવિધ મુદ્દાઓ પર વ્યક્તવ્ય રજૂ કર્યા હતા. આ બાળકોનો ઉત્સાહ વધારવા માટે સમાજના વિવિધ દાતાશ્રીઓ પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં પ્રખ્યાત પ્રવક્તા અને મોટીવેશનલ સ્પીકર જીતેશ ગઢીયાએ કઇ રીતે બાળકોનું ધડતર કરવું જોઇએ. તે અંગે વિસ્તૃત જાણકારી અને સમાજમાં કઇ રીતે બાળકોને આગળ વધારવાએ અંગેની જાણકારી આપવામાં આવી હતી. હાલના સમયમાં બાળકોને ભણવા કરતા અન્ય રમત-ગમત, સિનેમા સહિતના વિવિધ ક્ષેત્રમાં રસ હોય છે. ત્યારે માતા-પિતા અને બાળક વચ્ચે કરી રીતે સમજણ ઉભી કરવી તે અંગે ઉદાહરણ આપી સમાજના લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમમાં મહેમાન તરીકે અમદાવાદના વિવિધ ઘટક સમાજના અગ્રણીઓ, ખોડલધામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *