આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટી થઈ છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમજ રેલવે મંત્રી સાથે ફોનમાં વાત કરી સ્થિતિની સમીક્ષા કરી છે સાથે સાથે PMNRF માંથી મૃતકોના પરિજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય રાશિ જાહેર કરી દેવામાં આવી છે.
આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં રવિવારે સાંજે વિશાખાપટ્ટનમથી રાયગઢ જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે એક ડઝનથી વધુ ઘાયલ છે જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માત અંગે ઈસ્ટ કોસ્ટ રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી દિધો છે.
અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ અકસ્માત અંગે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો હતો.
હેલ્પલાઇન નંબર
0674- 2301625
0674- 2301525
0674- 2303069
BSNL નંબર- 08912746330/ 08912744619
એરટેલ સિમ- 8106053051/ 8106053052
BSNL સિમ- 8500041670/8500041671