અમરેલી મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબો દ્વારા સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દે ધરણા

અમરેલીમાં આવેલી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મેનેજમેન્ટની મનમાની સામે આવી છે. શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટરોને સરકારના ધારા ધોરણ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં ન આવતા રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળાના કાળજાળ તડકામાં 100 થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતરી આવ્યા છે. ઇન્ટર્ન ડોક્ટરોની એક જ માંગણી છે કે સરકારની તારા મુજબ સ્ટાઇપેન્ડ 18500 ચૂકવવામાં આવે, જે હાલ 10000 જ ચૂકવવામાં આવી રહ્યું છે. જે હોસ્ટેલ ખર્ચ કરતા પણ ઓછું છે.

આ મુદ્દે ઇન્ટર્ન ડોક્ટર દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ હતું. તેમ છતાં પણ ડોક્ટર્સની ફરિયાદ કોઈએ ધ્યાનમાં લીધી નથી અને ખાનગીકરણ કરેલી આ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓનો આક્રોશ ઊંચા આસમાને પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો પગલું ભરવામાં આવ્યું નથી. ઇન્ટર્ન ડોક્ટરો છેલ્લા ચાર દિવસથી તડકામાં બેસીને એક જ માંગણી કરી રહ્યા છે કે બીજી બધી મેડિકલ કોલેજની જેમ પૂરતું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓનુંએ પણ કહેવું છે કે, ગજેરા ટ્રસ્ટ દ્વારા ચાલતી આ કોલેજમાં પાણી સમયસર ન આવવા સહિતની અન્ય સમસ્યાઓ પણ છે, પણ મેનેજમેન્ટના કાન બહેરા હોય તેવી રીતે વ્યવહાર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *