ગુરુવારે કતારમાં આઠ ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. આ તમામ પર ઈઝરાયેલ વતી જાસૂસી કરવાનો આરોપ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે મૃત્યુદંડના નિર્ણયથી અમે ચોંકી ગયા છીએ. મહત્વનું છે કે આ તમામની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી.
કતારની એક અદાલતે કતાર વિરુદ્ધ ઈઝરાયેલ વતી કથિત રીતે જાસૂસી કરવા બદલ ભારતીય નૌકાદળના આઠ નિવૃત્ત કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. ભારતે દ્વારા પણ આ ઘટનાક્રમ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે તે આ નિર્ણયનો વિરોધ કરશે. જે આઠ નિવૃત્ત ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે તેમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશનો સમાવેશ થાય છે.