વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદના પૂર્વાર્ધરૂપે રાજકોટ ખાતે આજે સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ સમિટ યોજાઇ હતી, જેમાં આશરે રૂપિયા ૧ હજાર ૨૮૦ કરોડથી વધુની રકમના રોકાણોના સાત સમજૂતી કરાર થયા. કૃષિ, અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને અને સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રિ-સમિટ’’ યોજાઇ.
આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે આ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત -૨૦૪૭ના સપનાને સાકાર કરવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પ્રદાન કરશે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રિ-સમિટના આયોજનનો ઉદ્દેશ સિરામિક ઉદ્યોગના પ્રમુખ રોકાણકારોને આકર્ષિત કરવાનો અને હિતધારકો ને એક મંચ પર એકત્રિત કરવાનો તેમજ ગુજરાતના સિરામિક તેમજ એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ ઉદ્યોગમાં વિકાસની તકોને ઉજાગર કરવાનો છે.
આ સિરામીક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા મોરબીના પાનેલી ખાતે ૪૨૫ હેક્ટર વિસ્તારમાં સ્ટ્રેટેજિક ઇન્ટ્રીગ્રેટેડ સિરામિક પાર્ક ઉભો કરવામાં આવશે.