પુરવઠા મંત્રી કુંવરજી સાથેની બેઠક બાદ સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાયાના સમાચાર સામે આવ્યા છે. આજે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથેની બેઠક થઈ હતી. જે બેઠક સફળ રહી હતી. અને સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચે સુખદ અંત આવી ગયો છે. રાજ્યના સસ્તા અનાજની દુકાનધારક એસોશિએશન દ્વારા હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિતરણનું કામ આવતીકાલે તા.03 નવેમ્બરથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.

હડતાળ સ્થગિત કરાઈ

રાજ્યની સસ્તા અનાજની દુકાનધારકોના એસોશિએશન સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય કરીને આવતીકાલ તા. ૦૩ નવેમ્બરથી દુકાનો ખુલ્લી રાખીને પુરવઠા વિતરણ ચાલુ કરવાની ખાતરી આપી છે તેને રાજ્ય સરકાર આવકારે છે તેમ આજે ગાંધીનગરથી અન્ન, નાગરિક અને પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું. 

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે. 

ગત રોજ પુરવઠા મંત્રીએ દુકાન ધારકોને સ્પષ્ટ ચેતવણી આપી હતી
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સસ્તા અનાજનાં દુકાનદારોની હડતાળને લઈ સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ તરફ રેશનિંગ દુકાનધારકોની હડતાળ મામલે કાર તરફથી સ્પષ્ટતા કરવામા આવી છે કે, નવેમ્બર માસમાં દિવાળી તહેવારના કારણે દુકાનદારધારકોને હડતાળ ન કરવા અનુરોધ કર્યો છે. મહત્વનું છે કે,  રેશનિંગ દુકાનો હડતાળને પગલે આજે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બાદમાં પત્રકારોને સંબોધતા કુંવરજી બાવળિયાએ રેશનિંગ દુકાનધારકોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. 

શું કહ્યું હતું કુંવરજી બાવળિયાએ ? 
પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતા મળેલ બેઠક બાદ કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  સરકારે કાર્ડધારકોની સંખ્યામાં કોઈ વધારો નથી કર્યો. પ્રજાપરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. આ સાથે કહ્યું કે, સરકાર સાથે રેશનિંગ એસો બેઠક કરવા ઈચ્છે તો કરી શકે છે, વ્યાજબી માંગણી હોય તો ચર્ચા કરવા તૈયારી છીએ. બાવળિયાએ કહ્યું કે, આંતરિક વિવાદ ના કારણે વિવાદ થઈ રહ્યો છે. રેશનિંગ એસો. દ્વારા નાક દબાવવાનો પ્રયાસ ખોટો છે, વિતરણ ની વૈકલ્પિક વ્યવસ્થા વિચારી ને બેઠક પણ કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ખોટ રીતે દબાવવાના પ્રયાસ થશે તો હથીયાર ઉગામીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *