આદિત્ય L1ને મળી ગઈ પહેલી સફળતા, સૂર્યના કિરણોનો પ્રથમ હાઈ એનર્જી એક્સ રે કાઢ્યો 

સૂર્યનું રહસ્ય ઉકેલવા નીકળેલા આદિત્ય L1ને પહેલી સફળતા મળી છે. આદિત્ય L1એ સૂર્યના કિરણોનો પ્રથમ હાઈ એનર્જી એક્સ રે કાઢ્યો છે.

સૂર્યના રહસ્યો જાણવા નીકળેલા ઈસરોના અવકાશયાન આદિત્ય-એલ1ને પહેલી મોટી સફળતા મળી છે. તેણે સૌર કિરણોનો પ્રથમ હાઇ-એનર્જી એક્સ-રે કાઢ્યો છે. આદિત્ય-એલ1ના હેલ 1ઓએસ કેમેરાએ હાઈ એનર્જી એક્સ રે કાઢ્યો છે. ઈસરોએ મંગળવારે આ વિશે લેટેસ્ટ જાણકારી આપી છે. ઈસરોએ કહ્યું કે આદિત્ય-એલ-1માં રહેલા  સ્પેક્ટ્રોમીટરે 1 ઓક્ટોબરે તેના પ્રથમ ઓબ્ઝર્વેશન સમયગાળા દરમિયાન સૌર જ્વાળાઓ ઝડપી હતી. 

સોલાર ફ્લેર, અચાનક જ અહીંના વાતાવરણની ચમકતી જ્વાળા છે. આ જ્વાળાઓ રેડિયો, ઓપ્ટિકલ, યુવી ( UV), નરમ એક્સ-રે, સખત એક્સ-રે અને ગામા-કિરણોમાં તમામ તરંગલંબાઇના સ્પેક્ટ્રમનું સર્જન કરે છે. 

કેટલીય જાણકારીઓ રાખવામાં આવે છે ગુપ્ત

આદિત્ય L-1 ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં રહેલા 7 પેલૉર્સમાંથી 6 ભારતમાં જ બનેલા છે. તે સૂર્યની નજીક નહીં જાય, પરંતુ લેગ્રેન્જ પૉઇન્ટ પર રહેશે અને સૂર્ય પર સંશોધન કરશે. તે કઈ ધાતુથી બનેલી છે તેની માહિતી ISRO દ્વારા આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, સ્પેસ એજન્સી ઇસરો દ્વારા આ મિશન સાથે જોડાયેલી કેટલીક માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. ઈસરોના આ મિશન પર દરેક દેશવાસીઓની જ નહીં પરંતુ અન્ય દેશોના લોકોની પણ નજર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર ભારત એકમાત્ર દેશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *