ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ લોકસભા ચૂંટણી માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
લોકસભા ચૂંટણીને લઈને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે યોજાઈ રહી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે મોડી રાત્રે શરૂ થયેલી બેઠકમાં એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આજે લોકસભા ચૂંટણી માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર છે. આ સાથે આ સીઈસી બેઠકમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનો સમાવેશ થાય છે.