રાજ્યના ચાર IAS અધિકારીઓની બદલી થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ આવતીકાલે નિવૃત થઈ રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ચાર આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જ્યારે એક સનદી અધિકારી નિવૃત્ત થયા છે. બદલી થનારા અધિકારીમાં નર્મદા અને કલ્પસર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીની બદલી કરવામાં આવી છે. જેમાં ધનંજય દ્વિવેદીની આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય કમિશ્નર શાહમીના હુસૈનની નર્મદા અને જળ સંપત્તિ વિભાગમા બદલી કરવામાં આવી છે. તેમજ IAS હર્ષદ પટેલની આરોગ્ય કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે. મહત્વનું છે કે હર્ષદ પટેલ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગમાં હતા. રિલીફ કમિશ્નર આલોક કુમાર પાંડેને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે.

રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વનો ફેરફાર થયા છે. 4 IAS અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના નવા આરોગ્ય સચિવ ધનંજય દ્રીવેદી બન્યા છે. આપને જણાવીએ કે, આરોગ્ય સચિવ તરીકે વર્તમાનમાં જવાબદારી સંભાળતા મનોજ અગ્રવાલ આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. જેને લઈ તેમના કાર્યભાર ધનંજય ત્રિવેદી સોપવામાં આવ્યો છે.
આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ બન્યા
આપને જણાવી દઈએ કે, નર્મદા અને કલ્પસર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે શાહમીના હુસેન બન્યા છે જ્યારે આરોગ્ય કમિશનર તરીકે હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે. યુથ અને કલ્ચર વિભાગના સચિવ તરીકે આલોક પાંડે જવાબદારી સંભાળશે