અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબ ન આવતા બાળકનું મોત 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબ ન આવતા બાળકનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. શહેરની અસારવા સિવિલમાં કલાકો સુધી તબીબ આવ્યો જ ન હતો. જેના કારણે જૂનાગઢના 11 માસના બાળકનું મોત થયું હતુ. મહત્વનું છે કે બાળકને શુક્રાણું કોથળીના ઈલાજ માટે સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પ્રકરણમાં તપાસ કમિટિની રચના કરવામાં આવી છે.

અમદાવાદ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. પરંતુ ક્યારેક હોસ્પિટલમાં તબીબની બેદરકારીને કારણે દર્દીના મોતના સમાચાર પણ આવી રહ્યા છે. અને આવતા હોય છે. ત્યારે આજે આવી જ એક ઘટના અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં બની છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના 11 માસના બાળકને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જોકે સમયસર સારવાર નહીં મળવાના કારણે બાળકનું મોત થયાનો ગંભીર આક્ષેપ થયો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *