ગરમ તાપમાનને ધ્યાન લઈને ગુજરાત સરકારે રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે જાહેર કરી વિશેષ એડવાઈઝરી

રાજ્યમાં વધી રહેલા તાપમાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રવિ પાકના ખેડૂતો માટે એક મહત્વની સલાહ જાહેર કરી છે. ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી જેવા શિયાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોને વધુ તાપમાનમાં વાવેતર ટાળવાની સૂચના આપવામાં આવી છે. કારણ કે, વધુ ગરમીમાં બીજનું અંકુરણ થવું મુશ્કેલ બને છે અને પાકને નુકસાન થવાની શક્યતા રહે છે.

ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે, પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત આપવું જોઈએ. આ ઉપરાંત, સરકાર દ્વારા ખેડૂતોને ખેતી વિષયક તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ વધુ સારી રીતે ખેતી કરી શકે અને નુકસાનથી બચી શકે.

ગ્લોબલ વોર્મિંગના પરિણામે વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતો માટે એક વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

દિવાળી પછી શરુ થતી રવિ સિઝનમાં રાજ્યભરના ખેડૂતોએ રવિ પાકોના વાવેતરની શરૂઆત કરી છે અથવા વાવેતર શરુ કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતું હોવાથી ખેડૂતોએ વાવેતર સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ, તેમ એડવાઈઝરીમાં જણાવાયું છે.

રવિ પાકના બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવિ પાકોનું વાવેતર ટાળવું હિતાવહ છે. રવિ પાકોની વાવેતર અવસ્થામાં ઉગાવા પર અસર ના થાય તે માટે વધારે તાપમાનની અસર સામે પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત (શક્ય હોય તો ફુવારાથી) આપવું જોઈએ. આ અગચેતીના પગલાને અનુસરીને ખેડૂતો નુકશાનને નિવારી શકશે, તેમ એડવાઈઝરીમાં વધુમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની MEGHDOOT મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો કૃષિ હવામાન એડવાઇઝરી સેવાઓ અને હવામાન વિભાગની ખેડૂતો માટેની આગાહી સરળતાથી જાણી શકશે. ખેડૂતો આ એપ્લીકેશનની મદદથી સ્થળ, પાક અને પશુધન માટેની સલાહ સ્થાનિક ભાષામાં મેળવી શકશે. મેઘદૂત એપ્લીકેશન આ લીંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *