ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુ ટેસ્ટના પ્રથમ દાવમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હોમ ગ્રાઉન્ડ પર ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. 1987માં વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હી ટેસ્ટમાં ટીમ 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ગુરુવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ ન્યૂઝીલેન્ડના ઝડપી બોલરોએ રોહિતના નિર્ણયને ખોટો સાબિત કર્યો. ભારતીય બેટ્સમેનો સ્વિંગિંગ અને બાઉન્સી પિચ પર ઉભા રહેવા માટે નિષ્ફળ રહ્યા હતા.
રિષભ પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા જ્યારે યશસ્વી જયસ્વાલ માત્ર 13 રન જ બનાવી શક્યો. કેપ્ટન રોહિત શર્મા (2 રન) ટિમ સાઉથીના હાથે બોલ્ડ થયો હતો. વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નથી. મેટ હેનરીએ 5 અને વિલિયમ ઓ’રર્કે 4 વિકેટ ઝડપી હતી.
પ્રથમ દાવમાં ન્યુઝીલેન્ડનો સ્કોર 17/0 છે. ટોમ લાથમ અને ડેવોન કોનવે ક્રિઝ પર છે.
બંને ટીમોના પ્લેઇંગ-11
ભારત:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ન્યુઝીલેન્ડ:
ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, એજાઝ પટેલ અને વિલિયમ ઓ’રર્કે.