તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંની બે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે 13 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત વિરુધુનગર જિલ્લામાં થયો હતો. તમિલનાડુના વિરુધુનગરમાં મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બે અલગ-અલગ વિસ્ફોટોમાં 13 લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જીવ ગુમાવનારા લોકો દિવાળીના કારણે ઓવરટાઇમ કામ કરી રહ્યા હતા.
શિવકાશી અને કમ્માપટ્ટી પાસે થયો વિસ્ફોટ
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં બે અલગ-અલગ વિસ્ફોટોમાં કુલ 13 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી પ્રમાણે આ બ્લાસ્ટ ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયા હતા. ફાયર એન્ડ રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પહેલો વિસ્ફોટ વિરુધુનગર જિલ્લામાં સ્થિત શિવકાશી પાસે થયો હતો. જ્યારે બીજો બ્લાસ્ટ વિરુધુનગર જિલ્લાના કમ્માપટ્ટી ગામમાં થયો હતો.