અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલ સવારથી અમલમાં આવે તે રીતે અમૂલે વિવિધ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશયલ સહીતના વિવિધ દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
GCMMF લિમિટેડ તરફથી રવિવારે સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો થતા લોકોમાં ખટરાગ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો આવતી કાલ સવારથી અમલમાં મુકાશે.
લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલ સવારથી અમુલ દૂધના નવા ભાવ લાગુ પડશે.