IFFCO Director Election: ઈફકો ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત, ભાજપ દ્વારા બિપીન પટેલને આપવામાં આવ્યું હતું મેન્ડેટ

ઈફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બિપિન પટેલ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઇ છે. તમને જણાવી દઈએ કે 180માંથી જયેશ રાદડિયાના ખાતે 114 મત પડયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લી બે ટર્મથી ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા ચૂંટાતા આવ્યા છે. ત્યારે આ વખતે પણ સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. ભાજપ દ્વારા બિપીન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું.આમ છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. આથી આ ચૂંટણી પર સૌની નજર હતી અને એક જંગ જામ્યો હતો. ત્યારે આજે ઈફકો ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત જ્યારે બિપિન પટેલની હાર થઇ છે.

સૌરાષ્ટ્રના મતદારોનો રહ્યો દબદબો
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું છતાં પણ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે મોડાસાના પંકજ પટેલે ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવારી પરત ખેંચી હતી અને પંકજ પટેલે બિપીન પટેલને સમર્થન જાહેર કરી દીધું હતું. એકંદરે ઈફકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહેતો હોય છે ત્યારે જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના મતદારોને તરફેણમાં વાળવામાં સફળ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *