રાજકોટ ખાતે યોજાયેલ શુટીંગ ચેમ્પિયનશિપ 2024માં રાજ શક્તિ ક્લબના Rifle-Pistol Shooter એ જીત્યા 13 મેડલ

રાજકોટ ખાતે યોજાયેલ શુટીંગ ચેમ્પિયનશિપ 2024માં રાજ શક્તિ ક્લબના Rifle-Pistol Shooter એ મેડલ જીતીને રાજકોટ તેમજ શક્તિ ક્લબનું નામ રોશન કર્યુ હતુ. ચેમ્પિયનશિપમાં અલગ અલગ કેટેગરીમાં શૂટરોએ કુલ 13 મેડલ જીત્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત 8 માર્ચથી 10 માર્ચ દરમિયાન રાજકોટ ખાતે શુટીંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતના તમામ શૂટરોએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપ રાજકોટ શહેરની સેન્ટ પોલ સ્કૂલ ખાતે યોજાઈ હતી.

ત્રણ દિવસીય યોજાયેલી ચેમ્પિયનશિપમાં રાજ્યભરના 170-180 Rifle-Pistol શૂટરોએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં અલગ અલગ 50 જેટલી કેટેગરીમાં કુલ મળીને 150 મેડલ વિજેતાને આપવામાં આવ્યા હતા. જેમાંથી રાજકોટ શહેરમાં આવેલી રાજ શક્તિ ક્લબના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. અને 13 મેડલ જીતીને ક્લબ તેમજ માતા-પિતાનું નામ રોશન કર્યુ હતુ.

તાજેતરમાં યોજાયેલ સેન્ટ પોલ સ્કૂલ રાજકોટ ખાતે યોજાયેલ ઓપન શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં રાજ શક્તિ ક્લબના શૂટર્સે કુલ 13 મેડલ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. જેમાં રવિરાજસિંહ ખાચર, અજય સિંહ ગોહિલ, ગૌરાંગ પરમાર, સંધ્યા દેવ, દ્રષ્ટિ શિયાણી, ધ્રુવી વોરા, શિયા ડાંગર તમામે ગોલ્ડ તથા દવે સંધ્યા સિલ્વર તથા શિંગાળા વ્રજોલી અને શિખા મહેતાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *