ભારતમાં જ રમાશે સંપૂર્ણ IPL, જય શાહે ચાહકોને આપ્યા મોટા સમાચાર, UAE શિફ્ટ થવાની અટકળો પર લગાવી રોક

IPL 2024 BCCI સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી છે કે IPL 2024 વિદેશમાં શિફ્ટ કરવામાં આવશે નહીં. જય શાહે તમામ અટકળોને ફગાવી દીધી હતી. Cricbuzz સાથે વાત કરતાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સમગ્ર લીગ ભારતમાં જ યોજાશે. શાહે શનિવારે (16 માર્ચ) ક્રિકબઝને કહ્યું કે ના, તેને વિદેશ લઈ જવામાં આવશે નહીં.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુષ્ટિ કરી છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) વિદેશમાં યોજવામાં આવશે નહીં. ભારતમાં લોકસભાની ચૂંટણીને કારણે IPLને યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં શિફ્ટ કરવાના કેટલાક અહેવાલો પછી આ સ્પષ્ટતા કરવામાં આવી છે.

IPLનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થવાની અપેક્ષા

નોંધનીય છે કે ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે જે 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂનના રોજ સમાપ્ત થશે. 4 જૂને મતગણતરી થશે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ BCCI IPLનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી શકે છે. હાલમાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીની પ્રથમ 21 રમતોની તારીખો જ જાહેર કરવામાં આવી છે. IPLની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *