ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે થરાદની નવીન ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂપિયા ૫૪.૧૬ કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ પામનારી આ હોસ્પિટલ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્ય સુવિધાઓ પુરી પાડશે. હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા.
આ હોસ્પિટલની વિશેષતાઓની વાત કરીએ તો… નવીન ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ રુપિયા 54.16 કરોડના ખર્ચે થશે નિર્માણ થશે, જેમાં 25 બેડ આઈ.સી.યુ સહિત કુલ 175 બેડ ની સુવિધા હશે.. સાથે જ વિશાળ કોરિડોર, પાર્કિંગ અને લિફ્ટ જેવી સુવિધાઓ, દર્દીઓના સગાઓને રહેવા માટે હોસ્ટેલ પણ હશે.