સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ અને K.V.I.C ના પુર્વ ચેરમેન શ્રી દેવેન્દ્ર કુમાર દેસાઈનું આજરોજ અમદાવાદ ખાતે નિધન થયેલ છે. તેમની અંતિમ યાત્રા આવતીકાલે તા.15/2/2024ના રોજ બપોરે 2 કલાકે ગુજરાત ખાદીગ્રામોદ્યોગ વસ્ત્રાઞાર અમદાવાદથી નીકળશે.
ખાદી ગ્રામ ઉદ્યોગના પૂર્વ ચેરમેન અને ગાંધીવાદી દેવેન્દ્રભાઈ દેસાઈનું નિધન થયું છે. તેઓ દેશના ખાદી બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. આશરે 90 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. દેવેન્દ્રભાઈ દેસાઈ ખાદીગ્રામ, ઉદ્યોગ તથા ગામડાના વિકાસ અને સહકારી ક્ષેત્રમાં છેલ્લા 50 વર્ષથી સક્રિય હતા. અમદાવાદ ખાતે આવેલ ગુજરાત ખાદી ગ્રામ ઉદ્યોગ વસ્ત્રાગારથી તેમની આવતીકાલે બપોરે અંતિમયાત્રા નીકળશે.