IAAP ની 28મી ઈન્ટરનેશનલ અને 59મી નેશનલ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનની બે વિદ્યાર્થિનીઓનું બેસ્ટ પરફોર્મન્સ

AAP ઇન્ડિયન એકેડેમી ઓફ એપ્લાઇડ સાયકોલોજીની 28મી ઈન્ટરનેશનલ અને 59મી નેશનલ કોન્ફરન્સનું તારીખ 02 ફેબ્રુઆરીથી 04ફેબ્રુઆરી એમ ત્રણ દિવસનું પોંડિચેરીમાં આયોજન થયેલ. જેમાં ગુજરાતનાં માત્ર ત્રણ જ વિદ્યાર્થીઓ એ સંશોધન પેપર રજૂ કરી પ્રતિનિધિત્વ કરેલ.

જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનનાં અઘ્યક્ષ પ્રોફેસર ડૉ.યોગેશ એ. જોગસણનાં માર્ગદર્શનમાં PhD ની વિદ્યાર્થિની ભારતી ડી. મોર એ પરણિત અને અપરણિત મહિલાઓમાં સ્વ-ખ્યાલ અને ચિંતાનું માપન શીર્ષક હેઠળ સંશોધન પેપર રજૂ કરેલ જેનાં પરિણામમાં જોવા મળ્યું કે સ્વ-ખ્યાલ અને ચિંતા પરણિત અને અપરણિત મહિલાઓમાં જુદાજુદા જોવા મળ્યા. આજની મહિલાઓ પોતાની જાત વિશેની માન્યતાઓ, વિશેષતાઓ અને પોતે શું છે તે સહિત દરેક બાબતે જાગ્રત થઈ છે છતાં પુરુષ પ્રધાન સમાજની માનસિકતા વચ્ચે પોતાના નિર્ણયો પોતે લઈ શકતી નથી. પરણિત અને અપરણિત મહિલાઓમાં ચિંતાના પ્રમાણ માં પણ તફાવત જોવા મળેલ. પરણિત સ્ત્રીઓમાં ચિંતાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું.

સમાજમાં ઉપયોગી થાય તેવા વ્યવહારિક સંશોધન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવ્યા છે તે આપણને તમામને નવી રાહ ચીંધે છે. અરુણ ગવળી, એસ.એન.ડી.ટી યુનિ. મુંબઈ.

આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.ધારા આર. દોશીનાં માર્ગદર્શનમાં PhD ની વિદ્યાર્થિની હર્ષા જી.ગોંડલિયાએ છોકરાઓ અને છોકરીઓમાં ઘરનું વાતાવરણ અને સામાજિક વર્તનનું માપન શીર્ષક હેઠળ સંશોધન પેપર રજૂ કરેલ.તેના પરિણામમાં જોવા મળેલ કે છોકરાઓની સરખામણી માં છોકરીઓ તેમના ઘરનાં વાતાવરણમાં વધારે અનુકૂલન કરી શકે છે તેમજ છોકરાઓ કરતાં છોકરીઓનું સામાજિક વર્તન એ મજબૂતજોવા મળેલ.

આમ છોકરાઓ અને છોકરીઓમાં ઘરનાં વાતાવરણ અને સામાજિક વર્તનમાં તફાવત જોવા મળ્યો. બંને વિદ્યાર્થિનીઓનું શિલ્ડ આપીને સરાહના કરવામાં આવેલ. આ બદલ IAAP નાં પ્રેસિડેન્ટ પ્રોફેસર એમ.વી.આર. રાજુ, કોન્ફરન્સ કનવિનર ડૉ. પંચરામલિંગમ અને સરદાર પટેલ યુનિવર્સિટી(વિદ્યાનગર) મનોવિજ્ઞાન ભવનનાં અઘ્યક્ષ પ્રોફેસર ડૉ. સુરેશ એમ.મકવાણા, પ્રોફેસર બી. ડી. ઢીલાએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *