આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે આજે એટલે કે સોમવારે રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી અને 29 મામલતદારોની બદલી કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી પહેલા અનેક વિભાગમાં બદલીઓનો દૌર શરુ થઈ ગયો છે. રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થયા છે. અત્રે જણાવીએ કે, ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 38 અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. જ્યારે મામલતદાર કક્ષાના 29 અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે.
આણંદ જિલ્લાના બોરસદમા પ્રાંત ઓફિસર એચ.ઝેડ. ભાલિયાની બદલી આણંદ જિલ્લાના ઝાલોદમાં પ્રાંત ઓફિસર તરીકે કરવામાં આવી છે. જ્યારે બોટાદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર ટી પ્રજાપતિની ડીસી-એનએ, અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. મહિસાગર જિલ્લામાં ડેપ્યુટી ડીઇઓ તરીકે ફરજ બજાવતા કુંજલ કે શાહની ડીસી-એલઆર, O/o કલેક્ટર, અમદાવાદ ખાતે બદલી કરાઇ છે.