VGGS 2024: અત્યારસુધીમાં 16 દેશો અને 14 સંસ્થાઓએ વાયબ્રન્ટ ગુજરાતના ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ ના થીમ સાથે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના 10મા સંસ્કરણ માટે સજ્જ થઈ રહ્યું છે. અત્યારસુધીમાં 16 દેશો અને 14 સંસ્થાઓએ જાન્યુઆરી 2024માં યોજાનારી વાયબ્રન્ટ સમિટ માટે ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી છે.

આ ભાગીદાર દેશોમાં જાપાન, ફિનલેન્ડ, મોરોક્કો, રિપબ્લિક ઓફ કોરિયા, મોઝામ્બિક, એસ્ટોનિયા, યુએઈ, ઓસ્ટ્રેલિયા, યુકે, નેધરલેન્ડ્સ, નોર્વે, નેપાળ, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, જર્મની અને ઇજિપ્તનો સમાવેશ થાય છે. ભાગીદાર સંસ્થાઓમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઈન ઈન્ડિયા (AMCHAM ઈન્ડિયા), કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન, EPIC ઈન્ડિયા-યુનિવર્સિટી ઓફ શિકાગો, ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC), ઈન્ડો-કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICCC), ઈન્ડો-આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ, કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JETRO), નેધરલેન્ડ બિઝનેસ સપોર્ટ ઓફિસ (NBSO), ધી કાઉન્સિલ ઓફ ઈયુ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન ઈન્ડિયા, યુએઈ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી), યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF), અને ઇન્ડિયન બિઝનેસ ચેમ્બર ઇન વિએતનામ (INCHAM)નો સમાવેશ થાય છે.

દરેક ભાગીદાર દેશ અને સંસ્થા VGGS ની સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેઓએ સહયોગ, વેપાર અને રોકાણની તકોને વધુ વધારવા માટે વિવિધ પ્લેટફોર્મ દ્વારા આગામી VGGS ને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સમિટના છેલ્લા 9 સંસ્કરણોમાં, ભાગીદાર દેશો અને સંસ્થાઓએ સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક સહયોગના સંદર્ભમાં સમિટ માટે હાઇ-પ્રોફાઇલ પ્રતિનિધિત્વ અને અભૂતપૂર્વ પ્રતિસાદમાં પણ યોગદાન આપ્યું છે.

માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @2047 ના વિઝનને સાકાર કરવા માટે, ગુજરાતે એક રોડમેપ તૈયાર કર્યો છે, જેથી આ વિઝનમાં રાજ્ય પોતાનું યોગદાન આપી શકે. આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના આયોજન સાથે, સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, ઇ-મોબિલિટી, રિન્યુએબલ એનર્જી અને ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ આકર્ષવા માટે એક અસરકારક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. ભાગીદાર દેશો આ ક્ષેત્રોમાં સક્રિયપણે હિસ્સો લઇને આ વિઝનને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપશે, જે સમિટ માટે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *