રાજ્યમાં 2 લાખ શિક્ષકોને CPR તાલીમ આપશે, શિક્ષણમંત્રી ડો.કુબેર ડિંડોરનુ નિવેદન

રાજ્યભરમાંથી જે 2 લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ આપવામાં આવશે તે તમામ શિક્ષકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે તેવું શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ સામે સરકારનું આ પગલું ખુબ જ મહત્વનું સાબિત થશે. જે પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને જો તરત જ CRP મળી જાય તો તેનો જીવ બચી શકે છે. ત્યારે શિક્ષકોને જો આ ટ્રેનિંગ આપવામાં આવશે તો ઘણા લોકોનો જીવ બચી શકશે.. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને સૌ કોઈ આવકારી રહ્યું છે.

કોરોનાના કપરાકાળ બાદ હવે તરુણો અને યુવાનોમાં હાર્ટ એટેકના ચિંતાજનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાર્ટ એટેકને પગલે યુવાનો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર સતર્ક મોડમાં કામ કરી રહી છે. હાર્ટ એટેકનું નામ સાંભળતા જ ભલભલા લોકોના પગ નીચેથી જમીન સરકી જાય.. કારણ કે રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર પણ આ મામલે કાર્યવાહી કરી રહી છે. બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે અત્યારે હાર્ટ એટેક સહિતના કેસ વધી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે.

રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં 2 લાખ શિક્ષકોને CRP તાલીમ આપવામાં આવશે. સમગ્ર મામલે શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે જણાવ્યું કે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ખુબ જ વધી રહ્યાં છે. જેના કારણે મૃત્ય દરમાં વધારો થયો છે. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શિક્ષણ મંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.. શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે કહ્યું કે અત્યારે પોલીસને CRP ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.. ત્યારે 2 લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ હવે આપવામાં આવશે.. 3 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરના CRP ટ્રેનિંગ યોજવામાં આવશે.. રાજ્યની 17 મેડિકલ કોલેજમાં CRP ટ્રેનિંગ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *