ગાંધીનગર ખાતે ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશન – રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનો શુભારંભ

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની ના ભાગરૂપે,  ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશન – રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું ઉદ્ઘાટન ભારત સરકારના માનનીય કેન્દ્રીય ઊર્જા અને નવી અને નવીની કરણીય ઉર્જામંત્રી શ્રી આર.કે. સિંહ અને ગુજરાતના કેબિનેટ મંત્રી,નાણા અને ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગ, શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજે તા. 1લી ડિસેમ્બર 2023ના રોજ ગાંધીનગર ખાતે શુભારંભ થયો છે.

આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા તથા ઊર્જા સંક્રાંતિને સરળ બનાવવાના ગુજરાતના મહત્વાકાંક્ષી વિઝન સાથે આગળ વધવાનો છે. આ રીન્યૂએબલ પરિષદ ગ્રીડ એકીકરણ, ધિરાણ સાધનો અને સહાયક માળખાકીય સુવિધાઓ વિકસાવવા સંબંધિત પડકારોને સંબોધીને પુનઃપ્રાપ્ય ઊર્જાના પ્રવેશને વધારવા પર ભાર મૂકે છે. ઉપરાંત વૈશ્વિક આંતરદૃષ્ટિના આધારે, ગુજરાત અને ભારત માટે અનુકૂળ વ્યૂહરચનાઓ અને ઊર્જા સંક્રાંતિના પગલાંને ઓળખવાનો ધ્યેય છે.  

સમગ્ર દેશમાં રીન્યૂએબલ સેક્ટરની પહેલોમાં મોખરે રહેલ ગુજરાતે આગામી VGGS 2024 ની તૈયારીના ભાગરૂપે GUVNL, SECI, GEDA અને GETRI ના નેજા હેઠળ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આગેવાની લીધેલ છે.

આ પરિષદને કુલ 5 સત્રોમાં યોજવામાં આવશે જેમાં રીન્યૂએબલ સેક્ટરના મહત્વના પાસાઓ જેવા કે – એનર્જી ટ્રાન્ઝિશન અને સેકન્ડ જનરેશન રિફોર્મ્સની જરૂરિયાત, એનર્જી ટ્રાન્ઝિશન માટે ફાઇનાન્સિંગ વિકલ્પો, એનર્જી મિક્સ અને હાર્ડ ટુ એબેટ સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેના પર વિચાર વિમર્શ કરશે. ઉપરાંત ગ્રીડ એકીકરણ: પડકારો અને ઉકેલો અને ડિજિટલ ટેક્નોલોજીની ભૂમિકા, વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને ઊર્જા સંક્રાંતિમાં ભારતની નેતૃત્વની ભૂમિકા વગેરે વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ચર્ચા-વિચારણા હાથ ધરાશે. 

આ કોન્ફરન્સમાં સમગ્ર ભારત અને વિદેશમાંથી પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરના પહેલની વિવિધ દિશામાં કામ કરી રહેલ 250 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. 

ગુજરાતમાં રિન્યુએબલ ક્ષેત્રે વિકાસ
¤  માનનીય વડાપ્રધાને પંચામૃત દ્વારા સ્વચ્છ ઊર્જા સંક્રાંતિનો માર્ગ નક્કી કર્યો છે, જે વર્ષ ૨૦૩૦ સુધીમાં 500 ગીગાવોટનોન ફોસિલ ફ્યુઅલ આધારિત ક્ષમતા ઉમેરવાની અને ઇન્સ્ટોલ કેપેસીટીના સંદર્ભમાં રીન્યૂએબલ એનર્જીનો હિસ્સો ઓછામાં ઓછો 50% સુધી વધારવાનો ઇરાદો ધરાવે છે.

¤ સરકાર સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને ઊર્જા સંક્રાંતિને સરળ બનાવવા માટે અત્યંત મહત્વાકાંક્ષી છે.  આ પરિષદ ગ્રીડ એકીકરણ, અઘરા ક્ષેત્રમાં ડિકાર્બોનાઇઝેશનની વ્યૂહરચના, ધિરાણ સાધનો અને સહાયક માળખાકીય સુવિધાઓ વિકસાવવા સંબંધિત પડકારોને સંબોધીને પુનઃપ્રાપ્ય ઊર્જાના પ્રવેશને વધારવા પર ભાર મૂકે છે. ઉપરાંત વૈશ્વિક આંતરદૃષ્ટિના આધારે, ગુજરાત અને ભારત માટે અનુકૂળ વ્યૂહરચનાઓ અને ઊર્જા સંક્રાંતિના પગલાંને ઓળખવાનો ધ્યેય છે.  

¤ માનનીય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીના દીર્ઘ દ્રષ્ટિ અને લાંબા ગાળાના આયોજનોને લીધે જ ગુજરાત આજે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે.

¤ મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ગુજરાતમાં એક અગ્રણી ક્લાયમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી અને તેને લીધે સ્થિરતા-ટકાઉપણું, ઉર્જા સંક્રાંતિ અને નેટ-ઝીરો લક્ષ્યો હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત વિવિધ સક્ષમ પગલાં લેવાયા

¤ રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના વિકાસ માટે પ્રોત્સાહનો પ્રદાન કરતી નવીનીકરણીય ઊર્જા અંગેની નીતિઓ બહાર પાડનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય હતું.

¤ ગુજરાતે વિશ્વની પ્રથમ એવી કેનાલ ટોપ આધારિત 1 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ સ્થાપેલ છે  

¤ વર્ષ 2012 માં ઉદ્ઘાટન કરાયેલ ચરણકા સોલર પાર્ક, તે સમયે એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક તરીકે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ હતું, જેની પ્રારંભિક ક્ષમતા 590 મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનની હતી

¤ ગુજરાતે રિન્યુએબલ એનર્જીક્ષમતા વધારવા અને રાજ્યમાં ઇન્વેસ્ટર ફ્રેન્ડલી ઇકોસિસ્ટમ બનાવવા માટે સતત પ્રયત્નોની ગતિ જાળવી રાખી છે.

¤ ગુજરાત આજે સ્થાપિત પવન ક્ષમતામાં દેશભરમાં સૌ પ્રથમ ક્રમે છે, જે દેશની કુલ સ્થાપિત પવન ક્ષમતાના 25% હિસ્સો ધરાવે છે. વધુમાં ગુજરાતમાં સૌથી વધુ સ્થાપિત રૂફટોપ સોલર ક્ષમતા પણ છે, જે ભારતની કુલ રૂફટોપ સોલર ક્ષમતાના 26% ધરાવે છે. ઘર વપરાશ માટેના સોલર રૂફટોપમાં ૮૧ % હિસ્સો છે. એકંદરે, સ્થાપિત RE ક્ષમતાના સંદર્ભમાં રાજ્ય દેશભરમાં બીજા ક્રમે છે.

¤ ભારતમાં માથાદીઠ વિજ વપરાશ 1255 યુનિટ છે જ્યારે ગુજરાતમાં 2283 યુનિટ છે.

¤ રાજ્યએ તાજેતરમાં નવીનીકરણીય ઊર્જા નીતિ જાહેર કરી છે, જેમાં 100 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાના વધારા અને 5 લાખ કરોડ રૂપિયાના અપેક્ષિત રોકાણનો લક્ષ્યાંક છે.

¤ આ નીતિ તમામ મુખ્ય RE સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે

¤ તે કરારની માંગના સંદર્ભમાં ક્ષમતાના પ્રતિબંધોને દૂર કરે છે, ઉપભોક્તાને ઉચ્ચ ક્ષમતા સ્થાપિત કરવા અને નવીનીકરણીય ઉર્જાના વપરાશમાં વધારો કરવા સક્ષમ બનાવે છે.

¤ આ નીતિ GERC દ્વારા માન્ય ગ્રીન ટેરિફ ઉપર કોઈપણ મુશ્કેલી વિના ડિસ્કોમ દ્વારા નવીનીકરણીય ઉર્જાની ખરીદીને પ્રોત્સાહન આપે છે.

¤ પોલિસી વિન્ડ ટર્બાઇનના પ્રોટોટાઇપિંગ અને પરીક્ષણ દ્વારા નવીનતાને પ્રોત્સાહન આપે છે  તથા હાલના જુના વિન્ડ ટર્બાઇનના રી-પાવરિંગ ને પણ પ્રોત્સાહન આપે છે.

¤ રાજ્ય હંમેશા ઉભરતી તકનીકોને પ્રોત્સાહન આપે છે. અન્ય રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજીની સરખામણીમાં તેના ઊંચા CUF અને વધુ વિશ્વસનીય જનરેશન પ્રોફાઈલના કારણોસર રાજ્ય દ્વારા 2 GW ઓફશોર વિન્ડ નેવિકસિત કરવાનો અને તેનાથકી જનરેશન મેળવવાનો ઉદ્દેશ છે.

¤ ગુજરાત તેના ઉદ્યોગોમાં ગ્રીન હાઇડ્રોજનની નોંધપાત્ર સંભાવનાઓ જુવે છે.રાજ્યમાં પહેલાથી જ વાર્ષિક ઓછામાં ઓછા 1 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે સમર્પિત રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે સરકારી જમીન ભાડે આપવાની મંજૂરી આપતી નીતિ છે. તદુપરાંત,રાજ્યની ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન નેલગતી નીતિ ઘડવામાં આવી રહી છે.

¤ GETCO પાસે 2032 સુધીમાં નવીનીકરણીય ઉર્જા માટે રાજ્યના ટ્રાન્સમિશન નેટવર્કનીક્ષમતા વધારવાની યોજના છે, જે હાલમાં સક્રિય અમલીકરણ હેઠળ છે.

¤ ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જાનો હિસ્સો વધારવા માટે એનર્જીસ્ટોરેજ પ્રોજેક્ટ્સ સ્થાપી રહ્યું છે. GUVNL એ તાજેતરમાં 250 MW/500 MWh ક્ષમતાના બેટરી પ્રોજેક્ટ માટે જાહેરાત કરી છે. રાજ્ય રિન્યુએબલ એનર્જી ના અસરકારક સમાવેશનેવધારવા માટે પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ સાઇટ્સ માટેપણસંશોધન કરી રહ્યું છે.

¤ કોવિડ-૧૯ યુગ પછી, રાજ્યની મહત્તમ વીજમાંગમાં ૧૮૪૦૦ મેગાવોટ (૨૦૧૯) થી ૨૪૫૦૦ મેગાવોટ (૨૦૨૩) સુધીનો 30% થી વધુનો વધારો નોધાયો છે. કેન્દ્રીય ગૃહ, ઊર્જા, કોલસા અને રેલ્વે મંત્રીના સહકારને કારણે, ગુજરાતે સફળતાપૂર્વક વધેલી વીજ માંગ પૂરી કરી છે અને સતત વીજ પુરવઠો પૂરો પાડ્યો છે.

સક્રિય શાસન, સક્ષમ ઇકોસિસ્ટમ અને સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા ગુજરાત અમૃતકાલ દરમિયાન નેટ-ઝીરો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તૈયાર છે જે ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *