16 વર્ષીય દુષ્કર્મ પીડિતા અનાથ સગીરાને 28 સપ્તાહનો ગર્ભ હોઇ હાઇકોર્ટથી ગર્ભપાતની મંજૂરી લેવી ફરજિયાત હોઇ કવાયત કરાઇ હતી.
જે બાદમાં હાઇકોર્ટના જસ્ટિસ વિમલ કે.વ્યાસે, ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. મહત્વનું છે કે, અનાથ સગીરાને 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી અપાઈ છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, ગર્ભપાત બાદ બાળક જીવિત હોય તો તેની સારવાર સહિતની જવાબદારી સરકારની રહેશે.