રિંકુ સિંઘ વિશાખાપટ્ટનમમાં ચમક્યો, છેલ્લા બોલ પર ભારતને શાનદાર જીત અપાવી, સૂર્યાની કેપ્ટનશીપ જોઈને ચાહકોએ સલામ કરી

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની મેચ 2 વિકેટે જીતી હતી. ટી20માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો આ સૌથી મોટો રન ચેઝ હતો. અગાઉ ભારતનો સૌથી સફળ રન ચેઝ 202/4 હતો, જે ભારતે 2013માં રાજકોટમાં હાંસલ કર્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા જોશ ઈંગ્લિસે ઓસ્ટ્રેલિયન ટીમ માટે પ્રથમ સદી ફટકારી હતી.

ભારતીય ટીમે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ T20માં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ટીમ માટે યોગ્ય સાબિત થયો હતો.

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટના નુકસાને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ વતી સૂર્યકુમાર યાદવે 80 રનની તોફાની ઇનિંગ રમી હતી.

તેના સિવાય, રોમાંચક મેચની છેલ્લી ઓવરમાં, જ્યારે ભારતને 1 બોલમાં 1 રનની જરૂર હતી, ત્યારે રિંકુ સિંહે શાનદાર સિક્સર ફટકારી હતી, પરંતુ આ બોલ નો બોલ હતો અને આમ મેચનો અંત આવ્યો હતો. આ સાથે ભારતીય ટીમે વિશાખાપટ્ટનમમાં જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *