આગામી તા. 24 થી 28 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ડીસામાં માવઠાની આગાહીને લઈ ખેડૂતોને પોતાનો માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકી અને સુરક્ષિત રાખે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ વેપારીઓ પણ ખેડૂતોનો માલ સુરક્ષીત અને ઢાંકી રાખે તેવી સૂચના ડીસા એપીએમસી દ્વારા અપાઈ છે. તેમજ ખેડૂતો પોતાનાં ખેતરમાં ખુલ્લામાં પડેલા ઘાસચારાને અન્ય માલને ઢાંકે તેવી સૂચના પણ આપવામાં આવી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 24થી 26 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. કમોસમી વરસાદ દરમિયાન ઠંડીનું પ્રમાણ ઘટશે પરંતુ ત્યાર બાદ ઠંડીનો પારો 4 ડીગ્રી સુધી ગગડતા રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે.
હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી 24 અને 25 નવેમ્બરના રોજ રાજ્યના કેટલાક જીલ્લમાં વરસાદ પડી શકે છે. જેમાં વાત કરીએ તો 24 નવેમ્બરના રોજ વલસાડ, નવસારી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે, જ્યારે 25 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત તેમજ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર અમેરલી, ગિરસોમનાથ અને બોટાદ સહિત કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 26 નવેમ્બરના રોજ પુરા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
તા. 27.11.2023 નાં રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.