રિપબ્લિક ઓફ કોંગોના મિલિટરી સ્ટેડિયમમાં ભરતી કાર્યક્રમ નાસભાગ, 37 લોકોના થયા મોત

રિપબ્લિક ઓફ કોંગોમાં ભરતી કાર્યક્રમ દરમિયાન એક દિર્ઘટના ઘટી છે. આ કાર્યક્રમમાં યુવાનોની મોટી ભીડ એકત્ર થઈ હતી. જ્યાં અચાનક લશ્કરી સ્ટેડિયમમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં 37 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ માહિતી અધિકારીઓએ મંગળવારે આપી હતી.

છેલ્લા અઠવાડિયાથી દરરોજ ભરતી કેન્દ્રોની બહાર લાંબી લાઈનો લાગી રહી છે. કારણ કે યુવાનો મોટા ભાગે આર્મીમાં જોડાવા માંગે છે. એક રીપોર્ટની વાત કરીએ તો દરરોજ લગભગ 700 યુવાનો નોંધણી કરાવી રહ્યા છે. જોકે ભરતીની વાત કરીએ તો કુલ 1500 જગ્યા જ ખાલી છે.

મંગળવારે વડા પ્રધાન કાર્યાલયના કટોકટી વ્યવસ્થાપન એકમ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ મુજબ, “ઇમરજન્સી સેવાઓએ 37 મૃતકો અને ઘણા ઘાયલોની પુષ્ટિ કરી હતી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *